Testimonials

People think we are awesome



anonymous-user-gravatar

સરકારમાં જે અધિકારીઓ આ કામમાં જોડાયેલા છે, તેવા ભાઈશ્રી પંકજકુમાર – અમારા માહિતી સચિવ, ભાઈ ભાગ્યેશ જહા જે માહિતી વિભાગમાં છે, અને સુધીર રાવલ, જે આના સંપાદક છે. તમે જે ‘ગુજરાત’ વાંચો છો, એમાં કલમ એમની હોય છે. ગુજરાતી ભાષામાં જે મેગેઝીન્સ નીકળે છે, એમાં આજે કદાચ આ સૌથી વધારે સરક્યુલેશન ધરાવનારું મેગેઝીન બને છે.

ભાઈઓ, મને જાહેરમાં કહેવામાં ગૌરવ થાય છે. ગૌરવ આ વાતનું કે આ સમગ્ર કાર્યક્રમની મને કોઈ કલ્પના નહોતી. કોને આ વિચાર આવ્યો ? કોણે આ વિચાર અમલમાં મૂક્યો ? કેવી રીતે કર્યું ? કોઈ લેવલે મારો કોઈ સંબંધ નથી, એટલે વિચાર કક્ષાએ પણ મારો કોઈ સંબંધ નથી. મિત્રો, આ ઘટના મારે મન નાની નથી. મિત્રો, આજનો સુરતનો નવલો દિવસ છે.. આ આખીયે વાત સુરતમાં તો લોક જીભે ચર્ચાણી છે, પણ ગુજરાત માં બીજા ખુણે ખબર પણ નથી કે સુરતમાં આવડી મોટી ઘટના આકાર લઈ રહી છે..!

Narendra Modi, CM

Anandiben Patel _

ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થતા ગુજરાત અંકના કાર્યવાહક તંત્રી તરીકે શ્રી સુધીરભાઈ રાવલને મેં વર્ષોથી જોયા છે. તેમના પત્રકારત્વમાં વિશ્વસનિયતા હોય છે, સકારાત્મકતા હોય છે, અને પોઝિટિવ અભિગમ હોય છે. તેઓ હાર્ડ વર્કર છે અને તેમના દ્વારા ગોષ્ઠિ કાર્યક્રમ મહાત્મા ગાંધીજીના જન્મદિને મતલબ કે ગાંધીજ્યંતિના દિવસથી તેનો પ્રારંભ થઈ રહ્યો છે. ઈ ટીવી દ્વારા તેનો પ્રારંભ થશે. સાથેસાથે વિવિધ ક્ષેત્રના ખૂબ મોટા અગ્રણિઓ દ્વારા સંવાદ રચાશે. જેમાંથી આપણને અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થશે અને આ બધા જ અગ્રણિઓનો આપણને ખૂબ સુંદર એવો પરિચય થશે. હું ગોષ્ઠિ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આનંદીબેન પટેલ – મંત્રીશ્રી, ગુજરાતરાજ્ય


Anarben Patel_

સુધીરભાઈને જ્યારથી ઓળખું છું, એક વસ્તુ હંમેશાં એમનામાં સ્પાર્ક જોયો છે અને એ છે કે દિલના પ્રમાણોથી લખવું. અને જે માહિતી કે જે પણ ઈન્ફર્મેશન હોય, એ ઈન્ફર્મેશનની ડેફ્થ સુધી જવું અને પછી યોગ્યતા રીતે લોકો સમક્ષ મૂકવું. પત્રકારત્વ એટલે ફક્ત લખવું નથી, પણ એને હાર્ટ સાથે જોડી, અને કેવી રીતે લોકોને રીલેટ થાય એ રીતે માહિતી પહોંચાડવી એ ખૂબ જરૂરી છે. આવા પત્રકારો આપણા દેશમાં ઘણાં ઓછાં છે, અને ગોષ્ઠિ જેવા કાર્યક્રમ લઈને સુધીરભાઈ આવી રહ્યા છે. ગોષ્ઠિ હું સમજું છું કે ખરેખર જે લોકોએ ખરેખર સમાજને કંઈક આપ્યું છે અને એ સિવાય એમનો પોતાના જીવનમાંથી લોકો સુધી કંઈક પહોંચે એવા ડ્યુઅલ વ્યક્તિત્વવાળા જે લોકો છે, એવા લોકોની સાથેની ગોષ્ઠિ સમાજ સાથે પહોંચે એને ખૂબ જ સારી રીતે આ ગોષ્ઠિ સમાજને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય એવી શુભેચ્છા.

અનારબેન – સુપ્રતિષ્ઠિત સામાજિક કાર્યક્રર – મહિલા અગ્રણી


Dilip Sanghani_

ઈ ટીવીના માધ્યમથી, સુધીરભાઈ રાવલ, જેમણે જાહેર જીવનમાં પત્રકાર તરીકે, દિલ્હીથી માંડીને ગુજરાતના ગ્રામ્ય ક્ષેત્રના સંવેદનાના પ્રશ્નો જોયા છે અને ઉકેલવા માટે જે માધ્યમનો ઉપયોગ કરવાનો મોકો મળ્યો ત્યારે, કરીને લોકોની સેવામાં ઉદ્દેશ સાથે પ્રશ્ન ઉઠાવ્યો છે. એવા સુધીરભાઈ ગોષ્ઠિ નામના શિર્ષક નીચે જ્યારે ઈ ટીવીના માધ્યમથી કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે ત્યારે હું તેમને શુભેચ્છા પાઠવું છું. પીળું પત્રકારત્વ આજે જે રીતે લોકોમાં ચર્ચામાં છે, તેવી જ રીતે લોકોના સુખ-દુઃખના પ્રશ્નો, લોકવાચાના પ્રશ્નો અને કેટલીક સિરિયલો રજૂ કરીને લોકપ્રિયતા પણ સિરિયલો પામતી હોય છે. આ એમના પત્રકારો, એની વિગતો, કેવી રીતે કોણ રજૂ કરે છે એ પણ જોવાતું હશે. સુધીરભાઈ રાવલ એક ખૂબ બાહોશ, સંવેદનશીલ પત્રકાર હોવાના કારણે, માત્ર પત્રકારત્વ જ નહીં, રાષ્ટ્રહીત, સમાજહીત અને વિકાસનું માધ્યમ અનેરું રહ્યું છે, ત્યારે આ ગોષ્ઠિમાં સમાજના વિવિધ પાસાંઓના માધ્યમથી જના સાંપ્રદ પ્રશ્નો-સંવિધાનિક હોય, લોકતંત્રના હોય, વિકાસના હોય કે તંત્રના માધ્યમથી સમાજની કે રાષ્ટ્રની સુરક્ષાના હોય, આવા વિવિધ કાર્યક્રમો ગોષ્ઠિના માધ્યમથી લઈને, લોકશિક્ષણનું કાર્ય આ માધ્યમથી પૂર્ણ કરશે.

મીડિયાનું કામ જ લોકશિક્ષણ, સુશિક્ષિત અને સમાજને સાચી દિશા આપવાનું છે. માત્ર As it is કાર્યક્રમો કરીને લોહિયાળ બનતા એક્શનો કે ધૂતારાઓથી લૂંટતા સમાચારો આપીને, આત્મસંતોષ આપવાને બદલે લોકોએ કેવી દિશાઓથી આ રાષ્ટ્રીય સુરક્ષા, સમૂહથી અને સમજણ કેળવી શકાય એ આવા ગોષ્ઠિના માધ્યમોથી કાર્યક્રમો થઈ શકતા હોય છે. મને એમાં પૂર્ણ વિશ્વાસ છે કે સુધીરભાઈની હથરોટી એટલી સુદ્રઢ, મજબૂત અને પારદર્શક છે જે આવનાર દિવસોમાં માત્ર સુધીરભાઈની જ લોકપ્રિયતા નહીં કરે, પરંતુ ઈ ટીવી.ને પણ આનો ખૂબ મોટો યશ પ્રાપ્ત થશે, કે ઈ ટીવી.માં ગોષ્ઠિનો કાર્યક્રમ જોવા માટે લોકોની આતુરતા હશે, એમાં ભલેને સુધીરભાઈએ મહેનત કરી હશે,પણ  ટીવી.માં આ કાર્યક્રમ આવે છે એટલે સુધીરભાઈની નામના વધે એ સાથોસાથ ઈ ટીવી.ને પણ ખૂબ મોટો યશ પ્રાપ્ત થશે અને તેના માટે મારી શુભેચ્છા પાઠવું છું.

દિલીપ સંઘાણી – મંત્રીશ્રી - ગુજરાતરાજ્ય


Dr. Tejas Patel_

હું સુધીરભાઈ રાવલને લગભગ છેલ્લાં સાત-આઠ વર્ષોથી ઓળખું છું. પોતે એક ઉચ્ચ કક્ષાના પત્રકાર છે અને મારા મિત્ર છે. એમની જે  ખૂબીઓ મેં જોઈએ એક તરફ એમના વ્યક્તિત્વમાં ખૂબ Softness, Gentleness જોવા મળે છે. અને બીજી બાજુ તમો જુઓ તો તેઓ એકદમ નિડર છે અને એમની દરેક વસ્તુ ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી શકે છે. અને હું એમને એક જ Sentenceમાં કહેવું હોય તો તે એકદમ સકારાત્મક અભિગમ ધરાવતા સુફી પત્રકાર છે અને એક બીજી વસ્તુ છે કે પત્રકારત્વના ફિલ્ડમાં આટલા વર્ષોથી રહેવા છતાં એ જે કામ કરે છે એમાં એમનો કોઈ લીડર એજન્ડા નથી હોતો. હવે જે ગોષ્ઠિ પ્રોગ્રામ જે સુધીરભાઈ એન્કર કરવાના છે, હું એવું માનું છું કે ગુજરાતની જનતાને ખૂબ જ ગમશે અને નોર્મલ આ ટાઈપના જે પ્રોગ્રામ હોય છે એના કરતાં એ જુદો જ તરી આવશે. કારણકે હું સુધીરભાઈને ઓળખું છું. એ એમાં કંઈક વધુ ચોક્કસ લાવશે.

ડૉ. તેજસ પટેલ – સુવિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ

Gunvanat Shah_

ઈ ટી.વી. ગુજરાતીમાં સુધીરભાઈ રાવલ જે ગોષ્ઠિનો કાર્યક્રમ શરૂ કરવાના છે તે કાર્યક્રમની પ્રસન્નતા પ્રગટ કરું છું અને શુભેચ્છા પણ પાઠવું છું. સુધીરભાઈ રાવલને ઘણાં વર્ષોથી ઓળખું છું. એમનું પત્રકારત્વ તેજસ્વી-ઓજસ્વી પત્રકારત્વ છે અને મારો અનુભવ છે કે તેઓ પત્રકારત્વના નીતિ-નિયમો પાળનારા માણસ છે. એટલે આ કાર્યક્રમ ચોક્કસ સફળ થાય એવી મને શ્રદ્ધા છે. અને આ કાર્યક્રમની હું સંપૂર્ણ સફળતા ઇચ્છું છું. એક પત્રકાર, નિડર પત્રકાર, એક નિષ્પક્ષ પત્રકાર એ સમાજની બહુ મોટી તાકાત હોય છે, અને એ તાકાત સમાજની મૂડી છે. અને આવી મૂડી સુધીરભાઈ ધરાવે છે. એટલે આ કાર્યક્રમ સફળ થશે અને ગુજરાતની પ્રજા તેને આવકારશે.

શ્રી ગુણવંત શાહ – પ્રતિષ્ઠિત ચિંતક – લેખક


Joravarsinh Jadav_

અમારા મિત્ર શ્રી સુધીરભાઈ રાવલ દ્રષ્ટિસંપન્ન પત્રકાર છે. પત્રકારત્વ જગતમાં વર્ષોથી સમર્પિત થઈને સેવાઓ આપેલી છે. એમના અનુભવોનો લાભ ગોષ્ઠિ દ્વારા ઈ ટી.વી.ના લાખો દર્શકોને મળવા જઈ રહ્યો છે ત્યારે ગોષ્ઠિ શ્રેણીને સફળતા માટે હું મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ગોષ્ઠિ દ્વારા ગુજરાતને ગૌરવ અપાવનાર મહાનુભાવો, એ બધાની મુલાકાતો, એ બધાના વિચારો, એમનાં મંતવ્યો, એમનુ પ્રદાન યુવાનોને પ્રેરણારૂપ બની રહેશે. યુવાનોને પ્રેરણા પૂરી પાડશે એવી મને શ્રદ્ધા છે. ગોષ્ઠિ શ્રેણીને હું હૃદયપૂર્વક સફળતા ઇચ્છું છું.

શ્રી જોરાવરસિંહ – લોકસેવા મર્મજ્ઞ


Nitin Shukla

2જી ઓક્ટોબર, 2011ના દિવસથી એટલે કે ગાંધીજ્યંતિના દિવસથી શ્રી સુધીરભાઈ રાવલ ઈ ટીવી. ગુજરાતી પર ગોષ્ઠિ કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે. એ જાણી ખૂબ આનંદ થયો. સુધીરભાઈને તો ઘણાં વર્ષોથી હું જાણું છું. તેઓ જ્યારે ગુજરાતના તંત્રી હતા, ગુજરાત સામયિકના, તે દરમિયાન અવારનવાર મળવાનું થતું. એ સિવાય પણ તેઓ લગભગ દશેક વર્ષ જેટલું દિલ્હીમાં પત્રકારત્વ સાથે સંકળાયેલા રહ્યા અને એ દરમિયાન પણ એમની સાથે પરિચય રહ્યો અને એ રીતે સુધીરભાઈ હવે આ ગોષ્ઠિ કાર્યક્રમ દ્વારા ગુજરાતની પ્રજાને અનેક મુલાકાતો સાથે, વાર્તાલાપોના માધ્યમથી, અનેક વ્યક્તિઓનો, વિષયોનો એક ઝીણવટ રીતે પરિચય કરાવશે તે સાંભળીને મને ખૂબ આનંદ થયો.

સ્વાભાવિક રીતે જ ડેઈલી ન્યૂઝ પેપરોમાં જે રીતે સમાચારો પ્રમાણમાં સુપર ફ્લુયસ હોય છે. કારણકે એટલો સમય નથી હોતો અને એટલો અવકાશ પણ નથી હોતો. એની સરખામણીમાં હું એમ માનું છું કે ગોષ્ઠિ જેવા કાર્યક્રમમાં જેઓ લગભગ અડધા-એક કલાકની, વીસ મિનિટથી લઈને અડધા કલાકની મુલાકાત ઉપર જે કાર્યક્રમ રહેશે એને કારણે કલાકની મુલાકાત ઉપર જે કાર્યક્રમ રહેશે એને કારણે એક વિષય ઉપર ઊંડાણમાં જઈ શકાશે. એને કારણે એનો એક વ્યાપ પણ થોડોક રહેશે, તો એનું ઊંડાણ પણ રહેશે.

સામાન્ય રીતે એક વ્યાપ જ હોય છે, એક સરફશપણે જ રહેવાનું હોય છે. પણ એના ઊંડાણમાં જઈ નથી શકાતું. સુધીરભાઈનો સ્વભાવ છે કે તેઓ સામેની બહુ સામાન્ય રીતે, બહુ ઝડપથી એક Comfortable મહેસૂસ કરાવી શકે છે. સામેની વ્યક્તિની સાથે, આંખોમાં આંખ પરોવીને, એમનો વિશ્વાસ સંપાદન કરીને, એમના અંતઃમનમાં ડૂબકી મારીને એમની સાથે વાત કરી શકે છે અને એને કારણે વાત કરાવી શકે છે. સામેના માણસને Opening Up જે Open Up કહીએ તે કરાવી શકે. જે મારી રીતે, દ્રષ્ટિએ કોઈપણ આવા વાર્તાલાપ, આવી ગોષ્ઠિ જેવા કાર્યક્રમ માટે ખૂબ અગત્યનું છે. કારણકે માત્ર માણસ તૈયાર થઈને આવ્યો હોય, એને શુ બોલવાનું છે એનું રિહર્સલ કરીને આવ્યો હોય અને જો બોલે તો બહુ શુષ્ક કાર્યક્રમ જવાનો અથવા શુષ્ક આવી ગોષ્ઠિઓ જવાની. પણ એક પ્રમાણમાં ઇન્ફોર્મલ હોય, અને એક પડ ઉપરથી બીજું પડ નીકળે, પછીથી જે વાતો નીકળે એનું બહુ મહત્વ હોય છે. મને ખાતરી છે કે સુધીરભાઈ એમની આગવી પ્રતિભાથી અને એમના ભૂતકાળના અનુભવ પરથી પત્રકારત્વ ક્ષેત્રના અને અન્ય અનુભવોના કારણે સારી રીતે સામેની વ્યક્તિના માહ્યલામાં જઈને, અને એનો જે વિષય હોય અથવા તે દિવસનો જે વિષય હોય, એની જે યુનિક જે વાતો છે એ આપણને ગોષ્ઠિ દ્વારા પરિચિત કરાવશે. ફરીથી કહું, માનું છું કે ગુજરાતીમાં, ગુજરાતી ટેલિવિઝન પર વિશેષ કરીને, ગુજરાતી સામયિકોનો – નવનીત સમર્પણ હોય કે બીજા મેગેઝિનો હોય, એમાં હજુ સારા વાર્તાલાપો કે નવી ગોષ્ઠિઓ આવે છે પરંતુ ટેલિવિઝન ચેનલ પર નથી આવતું જેની ખાસ જરૂર છે. અને એ પૂરી પાડશે ગોષ્ઠિ એવી આપણી બધાની અપેક્ષા છે અને ખાતરી છે કે એમ થશે. એને માટે સુધીરભાઈ રાવલને હૃદયપૂર્વકના અભિનંદન, એમના સાથીઓને અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

શ્રી નીતિન શુક્લ – અગ્રણી ઉદ્યોગપતિ


P K Laheri_

ટૂંક સમયમાં ઇ ટીવી. દ્વારા શ્રી સુધીરભાઈ રાવલ દ્વારા વિવિધ મહાનુભાવોના ઈન્ટરવ્યૂ લઈને જે ગોષ્ઠિ નામની સિરિઝનું આયોજન કરવામાં આવ્યું છે, એ ખરેખર આનંદનો વિષય છે. શ્રી સુધીરભાઈ રાવલને હું છેલ્લાં વીસ કરતાં વધારે વર્ષોથી ઓળખું છું. અનેક મેગેઝિનોમાં અને વર્તમાનપત્રોમાં એમણે અનેક પ્રકારની ભૂમિકાઓ નિભાવી છે. એમની પાસે એક આગવી દ્રષ્ટિ છે કે જેના દ્વારા જે કોઈ વાચકો કે દર્શકો હોય, એમને આ ઉત્તમ પ્રકારની માહિતી મળે. સારું વિશ્લેષણ પણ મળે અને સાથે-સાથે એમને પોતાને એટલો લાભ થાય કે જેથી કરીને તેઓને લાગે કે આપણને માધ્યમો ખરેખર ઉપયોગી માહિતી આપે છે. અને એક સમગ્ર રાષ્ટ્રીય ચેનલના ભાગરૂપે પ્રાદેશિક સમાચારોને કેન્દ્રમાં રાખીને પણ પ્રાદેશિક સમસ્યાઓને સૂલઝાવવા માટે લોકોના પ્રશ્નોને વાચા આપવા ઇ-ટીવી જે પ્રયત્ન કરી રહ્યું છે એમાં ગોષ્ઠિનો કાર્યક્રમ ઉમેરાતાં સોનામાં સુગંધ ભળે છે તેમ કહું તો કશી અતિશિયોક્તિ નથી. મને શ્રદ્ધા છે કે આ કાર્યક્રમ દ્વારા લોકોના અક પ્રશ્નોને વાચા મળશે, લોકોની અનેક સમસ્યાઓને સૂલઝાવવાનો રસ્તો મળશે અને જેમની પાસે જ્ઞાન છે, અનુભવ છે એવી વિશિષ્ટ વ્યક્તિઓના જ્ઞાન અને અનુભવનો ખજાનો ગોષ્ઠિ દ્વારા સુધીરભાઈ રાવલ આપણી સમક્ષ ખૂલ્લો મુકશે.

શ્રી પી. કે. લ હેરી – પૂર્વ મુખ્યસચિવશ્રી – ગુજરાત રાજ્ય


Sairam

નમસ્કાર દોસ્તો.

હું છું સાંઈરામ. ઇ ટી.વી.ના માધ્યમથી મારા પરમ મિત્ર અને એક હોનહાર પત્રકાર સુધીરભાઈ રાવલ તમારા સુધી લઈને આવી રહ્યા છે એક સરસ મઝાનો કાર્યક્રમ. સમાચારો માટે એક શેર હું કાયમ કહ્યા કરતો – “તુમ જો ચાહતે તો હાલાત બદલ શકતે થે, મેરે આંસું ભી તેરી આંખોં સે નીકલ સકતે થે, તુમ જો ચાહતે તો હાલાત બદલ સકતે થે, મેરે આંસુ ભી તેરી આંખોં સે નીકલ સકતે થે, પર હાદસે ઇતને જ્યાદા હૈ દેશમેં મેરે, ખૂન સે છપકર ભી અખબાર નીકલ સકતે થે!”

ચારેય બાજુ લોહીયાળ સમાચારોની વચ્ચે સુધીરભાઈ રાવલ એક સકારાત્મક અને હકારાત્મક વિચારો સાથેનો એક વેગવંતો અને પ્રાણવાન કાર્યક્રમ ગોષ્ઠિ લઈને તમારા સુધી આવી રહ્યા છે. આ ગોષ્ઠિ માત્ર તમારા સુધી સેલિબ્રિટિઓની વાતો જ પહોંચાડશે એવું નહીં, તમારા હૃદયના તાર ઝણઝણાવશે. ગોષ્ઠિ કાર્યક્રમને, સુધીરભાઈ રાવલને મારી ખૂબખૂબ શુભકામના. ખાટી-ખાટી આંબલી અને એથી ખાટું દહીં, કાર્યક્રમો તો ઘણા જોયા હશે પણ આ ગોષ્ઠિ જેવા નહીં.

સાંઈરામના સાદર નમસ્કાર…

શ્રી સાંઈરામ દવે - સુવિખ્યાત હાસ્ય કલાકાર


Shreyasbhai

આજના 21મી સદીના આપણા સમાજની અંદર આપણું રાષ્ટ્ર એક ખૂબ જ વિકસિત દિશામાં આગળ વધી રહ્યું છે અને સમાજની અને રાષ્ટ્રની દરેક સમસ્યાઓ આજે દરકે-દરેક જગ્યાએ ચર્ચાઈ રહી છે. જેમાં ઈલેક્ટ્રોનિક માધ્યમોનો અને પ્રિન્ટ માધ્યમોનો ઘણો મોટો ફાળો રહ્યો છે. સમાજમાં રહેલી દરેક વ્યક્તિઓના વિચારોને સમાજ સુધી પહોંચાડવાથી આપણી દરેક સમસ્યાઓનો, સારો પ્રશ્ન હલ થઈ શકે છે. અને આવા એક સારા વિચાર સાથે સુધીરભાઈ રાવલ જે ગોષ્ઠિના કાર્યક્રમ સાથે આગળ આવી રહ્યા છે તે મારું માનવું છે કે આપણા ગુજરાતીની અંદર જે લોકો ગુજરાતી ટીવી.ને વધારે સમજી અને જાણી શકે છે, ખાસ કરીને રૂરલ એરિયાની અંદર પણ આનો પ્રસાર વધારે થઈ રહ્યો છે ત્યારે આપણી આવી બધી સમસ્યાઓને ગોષ્ઠિના માધ્યમ મારફતે સમાજના જાણીતા વ્યક્તિઓના, એક્સપર્ટ્સના ઓપિનિયન સાથે જો કોઈ રજૂઆત થશે તે આપણા સમાજને માટે ઘણું ફળદાયી રહેશે. સુધીરભાઈને હું છેલ્લાં પાંચ-છ વર્ષથી એક પ્રોફેશનલ, એક જર્નાલિસ્ટ તરીકે પરિચયમાં આવેલો છું અને એમનામાં એમના કામ પ્રત્યેનો ખંત અને દીર્ઘદ્રષ્ટિ રહેલી છે તેના કારણે અમે જે કંઈ સાથે મળીને કર્યું તે ઘણું દીપી ઊઠ્યું છે. ગોષ્ઠિનો જે કાર્યક્રમ છે તેમાં પણ તેમની દીર્ઘદ્રષ્ટિ અને તેમના વિચારોથી આપણા ગુજરાતની પ્રગતિની અંદર ખૂબ મોટો ફાળો હશે એવી મારી ચોક્કસ આશા છે. મારી તેમના આ કાર્યક્રમ માટે ખૂબ શુભેચ્છાઓ છે. તેમના કાર્યક્રમો મારફતે પણ આપણા સમાજના પ્રશ્નોની અંદર યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી મારી અપેક્ષા છે

શ્રી શ્રેયષ પંડ્યા – અગ્રણી ઉદ્યોગપતિ


Adhyatmanand Saraswati

નમસ્કાર.

ઈ ટીવી ગુજરાતીના માધ્યમથી જે ગોષ્ઠિ કાર્યક્રમ આરંભ થઈ રહ્યો છે તેને મારી અનેક શુભેચ્છાઓ. આનંદનો વિષય છે જ્યારે હૈયું હૈયાને મળે ત્યારે હૈયાની હૈયાને મળવાનું અને હૈયાને હૈયામાં દળવાનો જે આનંદ હોય છે તે એક નવી જ ચેતના પૂરી પાડે છે. આ ગોષ્ઠિ એક એવો કાર્યક્રમ છે અને એના ખેવૈયા છે, બહુ જ મઝાના. કેટલા બધા લાંબા સમયથી પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા અને હવે એક આરોહણ કરી રહ્યા છે ઈલેક્ટ્રોનિક મીડિયામાં – સન્માનનીય શ્રી સુધીરભાઈ રાવલ સાહેબ. ગુજરાત સામયિક સાથે સંકળાયેલા. મારી મૈત્રી ત્યારથી થઈ. મને ઓળખતા હશે, કારણ કે હું તો રખડતું પ્રાણી છું. પરંતુ તેમણે મને ફોન કર્યો, સ્વામીજી કંઈક લખીને મોકલાવો – ગુજરાત વિશે, ગુજરાતી વિશે. કેમ ન લખાય ? એ તો ધબકે છે. આપણે વાયબ્રન્ટ કહીએ છીએ ને. કહેવાની આવશ્યકતા નથી, જે ધબકતું હોય એને ધબકતું-ધબકે છે એમ ન કહેવાય. એવા ધબકતા ગુજરાતના એ પ્રાણ સમાન છે સુધીરભાઈ. અને મેં પણ મારી વાતો બધી છે મુક્તપણે કોઈપણ પ્રકારની એ-આમ-તેમ કર્યા વગર સીધી જ વાત. ભઈ, અમે અમદાવાદમાં આવ્યા હતા, તો ખાડીયાની પોળમાં રહ્યા હતા અને વાંદરાઓની જેમ છાપરાંઓ ઉપર કૂદતા હતા અને ‘દેવદાસ’ ફિલ્મ જોવા ગયેલા તે પણ મેં લખ્યું, What is wrong in that ! 41 વર્ષ સંન્યાસને થયા છે પણ એની અંદર પૂર્વભૂમિકા તો હોઈ શકે ને ! અને એ માણસ છે તે સાચુકલો માણસ છે એ સુધીરભાઈ. અને એ મંજાયેલો જ માત્ર નહીં, પરંતુ એને ગુજરાતની, ગુજરાતી ભાષાની, સાહિત્યની એવી સૂઝ અને એમણે તાત્કાલિક જ, મને ગૌરવ થયું, મને આનંદ પણ થયો. આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના લેખ પછી પહેલો જ લેખ એ છપાયો. આવા આ સુધીરભાઈ જ્યારે એક નાયક થઈને, એક ગોષ્ઠિ કાર્યક્રમ લઈને આવી રહ્યા છે તો મને લાગે છે કે ઈ ટીવી.ના માટે, મનોમંથન માટે, એમાં ઘણાં બધા લોકો આવવાના છે, મને પણ કહ્યું છે આવવાનું. હું ચોક્કસ આવીશ. મને ગમશે. કારણકે હું ત્યારે સુધીરભાઈની સાથે ઈ ટીવી.ના માધ્યમથી વાત નથી કરતો, પરંતુ આપણા વિશાળ ગુજરાતની સાથે અખંડ-અવેગ ગુજરાતની સાથે કે જે ચો-તરફ, પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ, ભૂ-ભૂઃ, સ્વઃ, જનઃ, સત્ય, અતઃ, વિતળ, પાતાલમાં જોડાયેલા તમામ ગુજરાતીઓ સાથે વાત કરું છું એનો મને આનંદ થશે.

શુભેચ્છઓ ઈ ટીવી.ને, ગોષ્ઠિ કાર્યક્રમને અને આપણા સૌના વ્હાલા સધ્યક્ષી સુધીરભાઈ રાવલને…

પૂજ્ય સ્વામીશ્રી અધ્યાત્મનંદજી

 

Scroll Up