Portfolio

  • Interview with Dr. Manmohan Singh
  • Interview with Dr. Manmohan Singh
  • Interview with Dr. Manmohan Singh
  • Interview with Dr. Manmohan Singh

Interview with Dr. Manmohan Singh

His interview with Dr. Manmohan Singh was published in a leading gujarati news megazine ‘World Network’ on 2nd march, 1998. He had written categorically that Soniyaji will ask Dr. Singh to take over the charge as Prime Minister of India, if congress wins..Though congress did not win that election, but when they came to power in 2004, his political prediction and assessment proved very correct after six and half years.

આપણે હજુ પણ નુકસાન થતું અટકાવી શકીએ તેમ છીએ :   ડૉ. મનમોહનસિંહ

ભારતના અર્થતંત્રની કાયાલપલટ કરનાર ડૉ. મનમોહનસિંહનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. ખુદ સોનિયા ગાંધી તેમને ભવિષ્યના વડાપ્રધાન તરીકે રજૂ કરી રહ્યાં છે. તાજેતરની તેમની અમદાવાદની મુલાકાત વખતે નેટવર્કે આ વિચક્ષણ રાજપુરુષના રાજનીતિ, આર્થિક બાબતો, દેશની વર્તમાન પરિસ્થિતિ વિશેના વિચારો જાણ્યા. પ્રસ્તુત છે તેમની સાથેની પ્રશ્નોત્તરી.

– સુધીર રાવળ

દેશભરનાં વિચારકો, હિતચિંતકો, રાજકીય વિશ્લેષકો, રાજનીતિજ્ઞો, વ્યાપારીઓ, મીડિયાથી માંડીને સામાન્ય પ્રજા વર્ગમાં એક અનોખા વ્યક્તિનું નામ પ્રમાણિકતાની બાબતમાં આદરપૂર્વક લેવાય છે, તે છે ભારતના ભૂતપૂર્વ નાણાંપ્રધાન ડૉ. મનમોહનસિંહ. તદ્દન નિખાલસ, સરળ અને નિરાભિમાની વ્યક્તિત્વ ધરાવતા મનમોહનસિંઘ આ દેશમાં જ નહીં, બલ્કે સમગ્ર વિશ્વમાં તેમના અર્થશાસ્ત્રના ઊંડા જ્ઞાન અને અનુભવ માટે વિખ્યાત છે. વર્લ્ડ બેન્કના ચેરમેન પદે તેમને આરૂઢ કરવાનાં પ્રયત્નો અમેરિકા જેવા દેશોએ કર્યાનો ઇતિહાસ છે. કોંગ્રેસ પક્ષ તરફથી પોતાની ઉમદા સેવાઓ આપનાર
ડૉ. સિંહને કદી તેમના રાજકીય વિરોધીઓનો સામનો કરવાની નોબત આવી નથી. અલબત્ત પ્રમાણિકતાની બાબતમાં તેઓ હંમેશા સ્વચ્છ છાપ ટકાવી શક્યા છે.

ભારતનું અર્થતંત્ર 1991માં ખાડે ગયેલું હતું. સોનું ત્યારે જ ગિરવે મૂકવું પડે જ્યારે બાકીની શક્યતાઓ ખતમ થઈ ચૂકી હોય. ભારત દેવાદાર હતું. ઇન્દિરા વિકાસ પત્રોના નાણા પ્રજાને પરત કરવા પૈસા નહોતા. સરકારી તિજોરી તળીયા જાટક હતી. માત્ર બે સપ્તાહ સુધી જ ચાલે તેટલું વિદેશી હુંડિયામણ દેશની ઝોળીમાં પડ્યું હતું. અર્થશાસ્ત્રના નિષ્ણાતો મૂંઝવણમાં હતા. વ્યાપાર, ઉદ્યોગ કંગાળ બની ગયેલા હતા. આર્થિક ગુલામીનો દોર, પ્રારંભ પામી ચૂક્યો હતો. જવાહરલાલ નહેરૂએ શરૂ કરેલી આર્થિક નીતિ ડચકા ખાતી હતી. 90 કરોડની વસતિ ધરાવતા વિરાટ દેશની ગણના વિશ્વના ગરીબ દેશોમાં થતી હતી. વિદેશોમાંથી તથા વર્લ્ડ બેન્કમાંથી મળતી સહાયો વ્યાજ પણ નિયમિત રીતે ન ચૂકવી શકાતા બંધ થવા લાગી હતી. નાણાની બાબતમાં આખા દેશની વિશ્વસનીયતા તળીયે જવા બેઠી હતી. ત્યારની આર્થિક બેહાલી અને દેશની દુર્દશાનું વર્ણન કાગળ ઉપર કરવું શક્ય નથી… અને ત્યારે ભારત દેશનાં સદનસીબે વડાપ્રધાન તરીકે પી. વી. નરસિંહરાવે દેશના શાસનની બાગડોર સંભાળી અને દેશના અનેક જટિલ પ્રશ્નો વચ્ચે સૌથી મહત્વ આર્થિક સુધારાઓને આપી સરકારની મુખ્ય પ્રાથમિકતા બનાવી. રાવે તેમનાં અનુભવનાં ભાથામાંથી પહેલવહેલું બાણ કાઢ્યું અને
ડૉ. મનમોહનસિંહને દેશનાં નાણાપ્રધાન તરીકે નીમ્યા. નખશીખ સજ્જન ડૉ. સિંહ રાજકારણી નહોતા પણ અર્થશાસ્ત્રના એવા નિષ્ણાત હતા કે દેશની આર્થિક નાદુરસ્ત કાયાની કાયાપલટ કરી નાખી. પાંચ જ વર્ષમાં તેમની નીતિએ સુંદર પરિણામો મેળવી આપ્યા. દેશમાં એક પ્રોત્સાહક વાતાવરણ ઊભં થયું. રાવ અને મનમોહનસિંહની બેલડીએ વિષય અને સમસ્યાઓના ઊંડાણમાં જઈને ઇજારો શોધી કાઢ્યા.

વર્ષોથી ચાલી આવતી આપણી આર્થિક નીતિમાં “યુ” ટર્ન મારીને આગળ વધવાની વાત અશક્ય સમાન લાગતી હતી. આપણા ખડ્ડુસ રાજકારણીઓ કે જેને નાણાકિય બાબતો અને અર્થશાસ્ત્ર જેવા અઘરા વિષયોમાં સાંધાની સૂઝ પણ ન પડે છતાં જેને કામ કરતાં હોય તેને ન કરવા દેવામાં જ પોતાનું જ્ઞાન દેખાતું હોય તેવા ડફોળ નેતાઓને પણ સમજાવી સમજાવીને કાયદાઓ બનાવવાના હતા. અમુક બાબતમાં આપણી રૂઢિવાદી સંસ્કૃતિથી પણ ઉપરવટ જવાનાં આકરા નિર્ણયો લેવા પડે તેમ હતા. આખા દેશને તેમની દૂરદ્દષ્ટિથી પરિચિત કરાવવા ઉપરાંત ભવિષ્યમાં દેશને થનારા ફાયદાઓનું દ્દશ્ય પણ કહેવાતા રતાંધળા નિષ્ણાતોને દેખાડવાનું હતું. અને અનેક મર્યાદાઓ વચ્ચે ખંતપૂર્વક ઝઝૂમીને, આત્મવિશ્વાસ રાખીને અને લોકોમાં જગાવીને આખા વિશ્વમાં ભારતની વિશ્વસનિયતા પેદા કરવાનો હિમાલય જેવો પડકાર રાવ સરકાર સામે પડ્યો હતો. તેવા નાજૂબ તબક્કે આ અગ્નિ પરીક્ષામાંથી સફળતાપૂર્વક બહાર આવી શકનાર રાવ અને મનમોહિસંહની બેલડીએ પરિણામો લાવી બતાવ્યા તેનાં આજે સાત વર્ષ પછીનાં આપણે સૌ સાક્ષી છીએ. “ઇકોનોમિક્સ”ને આજે “મનમોહનોમીક્સતરીકે આજે ગૌરવભેર બિરૂદ અપાય છે.”

શરૂઆતમાં પોતાના જ પક્ષનાં વિરોધનો સામનો કરનાર ડૉ. સિંહને આજે કોંગ્રેસ પક્ષ વડાપ્રધાન પદ બેસાડવા સુધી વિચારવા લાગ્યો છે. આખી કોંગ્રેસ ભલે સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવા ઉત્સુક હોય, પરંતુ સોનિયા ગાંધી એકમાત્ર મનમોહનસિંહને ભારત દેશનું વડાપ્રધાન પદ સોંપવા તત્પર છે. આજે એક વાતે સૌ સંમત છે કે ભારતના જો કોંગ્રેસની સરકાર રચાય તો સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન તરીકેના ઉમેદવાર મનમોહનસિંહ જ હોઈ શકે. પોતાની સાથેની વાતચિતમાં ભલભલાઓને વિચારતા કરી મૂકે તેવી અતિ ઊંડાણવાળી વાતોને શબ્દે શબ્દમાં સહજતાપૂર્વક કરી દેતા આ વિરાટ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ માટે ઉચ્ચ આદર ધરાવે છે. તેમના મત મુજબ રાવ વડાપ્રધાન તરીકે ન હોત તો તેઓ ભાગ્યે જ નાણામંત્રી તરીકે સફળ થઈ શક્યા હોત. ભારતને આર્થિક ઉદારીકરણી નીતિથી નવો જ ઓપ આપનાર મહાન શિલ્પી ડૉ. મનમોહનસિંહની મુલાકાત “નેટવર્કે” ગૌરવભેર કરી અને વર્તમાન રાજકારણના પ્રવાહોની અર્થવ્યવસ્થા ઉપર અસર અને તેનાં ઇલાજોની વિશદ ચર્ચા કરી. તેમની સાથેની મુલાકાત અને વાતચીત મહત્વનાં અંશો અત્રે પ્રસ્તુત છે.

નેટવર્ક : રાજકીય અસ્થિરતાનાં કારણે દેશને કેવુંક નુકસાન થયું છે ?

ડૉ. મનમોહનસિંહ : રાજકીય અસ્થિરતાનાં કારણે દેશને આર્થિક મોરચે, વિકાસનાં ક્ષેત્રે ઘણું મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. આર્થિક સુધારાની પ્રક્રિયા કોઈપણ અડચણ વગરની સતત હોવી જોઈએ. વિદેશોમાં આપણી પ્રતિષ્ઠાને અસર થઈ છે. આપણી વિશ્વસનીયતા  ટકી રહે, વિદેશી મૂડી રોકાણ અને તેનાં લાભો ભારતને મળતા રહે, આર્થિક ઉદારીકરણનાં લાભો છેક ગરીબો સુધી સાચા અર્થમાં પહોંચી શકે તે માટે રાજકીય સ્થિરતા ખૂબ જ જરૂરી છે. હું માનું છું ત્યાં સુધી રાજકીય અસ્થિરતાને કારણે રાષ્ટ્રને ઘણું મોટું નુકસાન થયું છે. જો આ અસ્થિરતા ચાલુ રહી તો આપણા આર્થિક પ્રશ્નો વધતા જ જશે.

નેટવર્ક : શું રાષ્ટ્રને થયેલું આ નુકસાન ભરપાઈ થઈ શકે ખરું ?

ડૉ. મનમોહનસિંહ : વેલ, હું માનું છું ત્યાં સુધી તમે એવું ન કહી શકો કે જે નુકસાન થયું છે તે ભરપાઈ થઈ શકે છે, પરંતુ આપણે જે નુકસાન વેઠ્યું છે તે ચોક્કસપણે અટકાવીને વધારે થતું નુકસાન અટકાવી શકીએ. એ તો જ થઈ શકે જો આપણી સામે હેતુસભર સરકાર હોય, એવી સરકાર કે જે આર્થિક વિકાસનાં ધ્યેયને વરેલી હોય, સામાજીક ન્યાય અને ગરીબી નાબૂદીની દિશામાં સક્રિય હોય, એવી સરકાર કે જે ધરનાં આધારે લોકોમાં ભાગલા ન પાડતી હોય જેથી કરીને લોકો ફરીથી અયોધ્યા અને મંદિર-મસ્જિદ જેવા મુદ્દે સક્રિય ન બની જાય.

નેટવર્ક : આપની દ્દષ્ટિએ આપણી સમક્ષ સૌથી મોટો પડકાર કયો છે ?

ડૉ. મનમોહનસિંહ : હું માનું છું ત્યાં સુધી સૌથી અગત્યનો પકાર જે આપણી સમક્ષ અત્યારે છે, તે એક એવી સરકાર હોવાનો છે જેની પ્રાથમિકતા આર્થિક અને સામાજીક પ્રશ્નો ઉકેલવાની હોય, નહીં કે ધર્મનાં આધારે લોકોને જુદા કરવાની.

નેટવર્ક : પાંચ વર્ષ સુધી આપ દેશનાં નાણામંત્રી પદે રહ્યા. ટલા ઉચ્ચ હોદ્દા ઉપર રહેવા છતાં આપ પ્રામાણિક કઈ રીતે રહી શક્યા ?

ડૉ. મનમોહનસિંહ : દેખિયે, હું નથી માનતો કે આ દેશમાં હું જ એકલો પ્રામાણિક માણસ છું. મેં મારી ફરજ નિભાવવાના પ્રયત્નો કર્યા. મારામાં પણ ક્ષતિઓ હશે, પણ મને એવો ચોક્કસ અહેસાસ થયો કે મારા માટે એ લોકોની સેવા કરવા માટેની ઉમદા તક હતી. આ બધું જ જોતા મેં મારાથી બનતા બધાં જ સારા પ્રયત્નો કર્યા.

નેટવર્ક : પરંતુ આપણા દેશમાં ભ્રષ્ટાચાર ખૂબ જ ફાલેલો છે. જાહેર જીવનમાં નાના હોદ્દાઓ ગ્રહણ કરનારે પણ પોતાનું અસ્તિત્વ ટકાવવા સિદ્ધાંતો સાથે સમાધાન કરવા પડે તેવી સ્થિતિ છે. આપ આટલા ઉચ્ચ હોદ્દા ઉપર પૂરા પાંચ વર્ષ રહેવા છતાં “સ્વચ્છ” રહી શક્યા, તેની પાછળ કયું પ્રેરણાત્મક બળ કામ કરતું હતું ?

ડૉ. મનમોહનસિંહ : વેલ, હું તો બહુ જ નાનો માણસ છું કે જેને સમાજનું ઋણ અદા કરવા માટે આ પ્રકારે તક મળી હતી. હું માનું છું ત્યાં સુધી મને મળેલી તક એ લોકોનું મારી ઉપર જે ઋણ હતું તેનો ભાગ હતો. હું ખૂબ જ ગરીબ કુટુંબમાંથી આવું છું. સ્કોલરશીપ અ સરકારી મદદ મને ભણતી વખતે ન મળી હોત તો હું કદાપિ કૉલેજ ન જઈ શખ્યો હોત કે ન દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ લઈ શક્યો હોત. મને હંમેશા લાગ્યું છે કે આપણામાંના દરેકે સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે લોકો માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. મેં જે કાર્ય કર્યું તે ભારતનાં લોકો સાથેનું મારું ઋણ અદા કરવાનું કાર્ય કર્યું છે. આપણું ભારત જે વર્તમાન ભારત છે, જે ભૂતકાળનું ભારત છે તે આજ પ્રકારની ઋણ અદા કરવાની પરંપરાઓમાંથી સર્જાયેલું ભારત છે. ગરીબો પ્રત્યેનું ઋણ આપણે સૌએ ચૂકવવાનું છે. આપણે તેમને રોજી, રોટી અને શિક્ષણ આપીને કોઈકને એન્જિનિયરીંગમાં તો કોઈકને મંડિકલ સાયન્સમાં તો કોઈકને કમ્પ્યૂટર વિજ્ઞાનમાં શિક્ષિત કરવાના છે કે જેથી કરીને તેઓ પણ મજબૂત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. હું માનું છું ત્યાં સુધી દરેક શિક્ષિતની ફરજ છે કે સમાજ માટે ઉપયોગી હોય તેવું કંઈપણ કાર્ય તેઓ કરે અને તે જ ભાવના દેશની આઝાદી અને સ્વતંત્રતા પાછળ કારણભૂત રહેલી. ગાંધીજી, જવાહરલાલજી અને બીજા ઘણા મહાનનેતાઓમાંથી આજ પ્રકારની પ્રેરણા મળ્યા કરી છે.

નેટવર્ક : આપણાં મતદારોની કોઠાસૂઝ અંગે આપના શા મંતવ્યો છે ?

ડૉ. મનમોહનસિંહ : આપણા મતદારો ઘણા શાણા છે, પીઢ છે. તેણે એક કરતાં વધારે વાર શાણો જનાદેશ આપેલો છે. આપણો મતદાર સરેરાશ ઓછો શિક્ષિત હશે, પરંતુ તે ખૂબ જ ડહાપણ ધાવનારો છે. હુ માનું છું ત્યાં સુધી તેઓ પોતાની પસંદ નક્કી કરવાનું તમામ ડહાપણ ધરાવે છે.

નેટવર્ક : સોનિયા ગાંધીની શક્તિ વિશે આપ શું માનો છો ?

ડૉ. મનમોહનસિંહ : હુ માનું છું ત્યાં સુધી ચૂંટણી પ્રચાર કરવા માટે સોનિયાજી બહાર નીકળ્યા તેનાથી કોંગ્રેસ કાર્યકર્તાઓનું મનોબળ વધાર્યું છે. તેમની સભાઓમાં જે મેદની ઉમટે છે તે જોતાં એવું લાગે છે કે ભારતની પ્રજા તેમના માટે ઊંચો આદર ધરાવે છે. લોકોને સોનિયાજી માટે પ્રેમ છે. જેના પરિણામે ચૂંટણીમાં કૉંગ્રેસને ઘણો ફાયદો થશે.

નેટવર્ક : કૉંગ્રેસીજનોની ઇચ્છા છે કે સોનિયાજી વડાપ્રધાન બને પરંતુ સોનિયાજીની પસંદ વિશે આપ શું કહેવા માંગો છો ?

ડૉ. મનમોહનસિંહ : (હળવું હસીને) વેલ, હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી.

નેટવર્ક : પરંતુ પક્ષ જો આપને તે જવાબદારી ઉપાડવા કહે તો ?

ડૉ. મનમોહનસિંહ : હું વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી. આ તબક્કે હું એટલું જ કહીશ કે જે પ્રમાણે કૉંગ્રેસ પ્રમુખે કહ્યું છે તેમ ચૂંટણીના પરિણામો બાદ કૉંગ્રેસ પક્ષની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લોકશાહી રીતે જેનું નામ નક્કી કરાશે તે વડાપ્રધાન બનશે.

Scroll Up