Portfolio

 • An Author with Unparalleled Observation and Expression
 • An Author with Unparalleled Observation and Expression
 • An Author with Unparalleled Observation and Expression
 • An Author with Unparalleled Observation and Expression
 • An Author with Unparalleled Observation and Expression
 • An Author with Unparalleled Observation and Expression
 • An Author with Unparalleled Observation and Expression
 • An Author with Unparalleled Observation and Expression
 • An Author with Unparalleled Observation and Expression
 • An Author with Unparalleled Observation and Expression
 • An Author with Unparalleled Observation and Expression

An Author with Unparalleled Observation and Expression

 ।। ૐ તત્સત્ ।।

કર્તવ્યભાવે…

SGSS Book

Click to open e-book

 

સુશાસનની ગુજરાત ગાથાનો અણમોલ ઐતિહાસિક ગ્રંથ

મને બરાબર યાદ છે બાળપણના મારા એ દિવસો… આપણી વૈદિક સંસ્કૃતિ, પ્રાચીન ભારત, આઝાદીની ચળવળ, લોકશાહી, ધર્મ, મૂલ્યનિષ્ઠ જાહેરજીવન, નૈતિકતા, આદર્શો, સિદ્ધાંતો જેવા વિષયો અને વિવેકાનંદ, મહાત્મા ગાંધી જેવી વિભૂતિઓના જીવન વિષેની વાતો અમારા પરિવારમાં અનેકવાર સાંભળવા મળતી. મારા માતા-પિતા દ્વારા સંસ્કાર-સિંચન, મોહન બાપુજીની શિખામણો, શામજી બાપુજીનું ધ્યાન-વાંચન, બંને અજવાળી માની વાતો, બ્રાહ્મણ હોવાના કારણે ઘરમાં સવાર-સાંજ સંધ્યા, આરતી, સ્તુતિનો નિત્યક્રમ, ગીતાપાઠ, કિશોરવયે પાઠાશાળામાં રુદ્રી, મંત્રોચ્ચાર માટેનું રાંધેજાનાં ‘શાસ્ત્રીસાહેબ’ દ્વારા શિક્ષણ, જૈવી સદ્પ્રવૃત્તિઓનું સ્મરણ આજે પણ એટલું જ તાજું છે. બાળપણથી જ મનમાં દ્દઢ થયેલા કેટલાંક વિચારો પાછળ ઘરનું આવું સાત્વિક વાતાવરણ જ કારણરૂપ હોવાનું મને જેમજેમ સમય વીતતો ગયો તેમ તેમ વધુ સારી રીતે સમજી શકાયું છે.

હું સમજાવી નથી શકતો, પરંતુ આવા જ કોઈ કારણોસર પત્રકારત્વ વિશેનો મારો ખ્યાલ કીંક જુદા જ પ્રકારનો રહ્યો છે. નાનો હતો ત્યારે સ્વરૂચિથી દેશભક્તિનાં ગીતો લખેલા અને અખબારમાં છપાયેલા પણ ખરા, શાળા-કૉલેજ અને સામાજિક પ્રવૃત્તિઓ દરમિયાન છૂટક-છૂટક લખતો રહ્યો, પરંતુ લખવા માટેની નિયમિત શરૂઆત 1990 પછી જ કરેલી ગણાય. જો કે, સ્વભાવથી જ કાર્યસ્વતંત્રતાનો વધુ પડતો આગ્રહી હોવાના કારણે તેના લાભો તથા ગેરલાભો બંને જાણ્યાં છે અને કદાચ એટલે જ લેખનક્ષેત્રે હજુ સુધી કોઈ મહાન સિધ્ધિ તો હાંસલ નથી કરી, છતાં જેટલું પણ લખ્યું તેમાં મારા માટે મહત્વની બાબત એ છે કે સત્યના ભોગે કે જનહિતના ભોગે કશું કરવાનો ક્યારેય વિચાર આવ્યો નથી.એટલું જ નહીં, વ્યવસાયિક લાભ-ગેરલાભનો વિચાર પણ મનમાં ક્યાંય ફરક્યો નથી, તેનો પરમ સંતોષ છે. આનું કારણ પણ હું બાળપણથી થયેલા મારા સંસ્કારઘડતરને જ સમજું છું.

પ્રસ્તુત પુસ્તક એ માત્ર વિચારોની અભિવ્યક્તિ, આંકડાઓ, હકીકતો, માહિતી કે તસ્વીરોનું સંકલન નથી.આ પુસ્તક માત્ર રાજકીય નેતૃત્વની વાહ-વાહ, રાજનેતાઓની, અધિકારીઓની કે મહાનુભાવોની પ્રશંસાના હેતુથી લખાયેલું નથી. વળી, આ પુસ્તક માટે મેં એકલાએ જ મહેનત કરી છે તેવો દાવો હું કરી શકું તેમ નથી. આનું કારણ એ છે કે, આ પુસ્તકમાં કેટલાંક લેખોને બાદ કરતાં મોટા ભાગના લેખો ગુજરાત સરકારના સામયિક ‘ગુજરાત’માં પ્રસિદ્ધ થયેલા છે, જેમાં જે-તે સમયે માહિતી, આંકડાઓ, લખાણ કે તસ્વીરોના સંકલનકાર્યમાં માહિતી વિભાગના કર્મયોગીઓ, ગુજરાત રાજ્યના સમગ્ર વહીવટીતંત્રના કર્મયોગીઓ અને મુખ્યમંત્રી કાર્યાલયના કર્મયોગીઓનો અમૂલ્ય સહકાર પ્રાપ્ત થયેલો છે. અમારા સહિયારા પુરૂષાર્થ દરમિયાન પરસ્પરનો વિશ્વાસ મહત્વનું ચાલકબળ હતું. આ પુસ્તકમાંના લેખો લખતી વખતે રાજ્ય સરકારની બહાર રહેલા પણ અનેક લોકોએ રાજ્ય સરકારની શાખના કારણે સીધી કે આડકતરી રીતે જે મદદ કરેલી, તે મદદ મને જો ન મળી હોત, તો હું મારા લેખોને આ કક્ષાએ મૂકી શક્યો ન હોત. રાજ્યના લોકપ્રિય અ લોકાદાર ધરાવતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મને ‘ગુજરાત’ સામયિકની કાર્યવાહક તંત્રી તરીકેની જે જવાબદારી સોંપેલી, તેના કારણે પણ હું માનું છું ત્યાં સુધી, ગામડે-ગામડે અમે કરેલા અનેક પ્રકારના સર્વેક્ષણોમાં જબરદસ્ત લોકસહયોગ પ્રાપ્ત થયેલો. આ ઉપરાંત ઘણાં લેખકો, કવિઓ, કલાકારો, સાહિત્યકારો, સામાજિક કાર્યકર્તાઓ, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મીડિયાના મિત્રોનો જે રીતે સહકાર અને મદદ મળેલા, તે રાજ્યસરકારના આ પ્લેટફૉર્મ વગર કદાચ શક્ય બન્યું ન હોત. આ રીતે જોઈએ તો આ પુસ્તક સર્જનમાં અનેક લોકો સીધી તથા આડકતરી રીતે સહભાગી હોવાથી એ સૌનો હું આ તબક્કે સહૃદય આભાર વ્યક્ત કરું છું અને આ પુસ્તકનું સર્જનકાર્ય માત્ર મારું ગણવાને બદલે, સૌ સહયોગીઓનું સહિયારું સર્જન છે, તેવું કહું તો તે અયોગ્ય નહીં કહેવાય.

આ પુસ્તકમાં રાજ્ય સરકારના અભિયાનો, નૂતન પહેલો, કાર્યસિદ્ધિઓ કે કાર્યક્રમોને જે રીતે વર્ણવાયા છે, તેમાં તેના આંકડાઓ કરતાં તેમાં રહેલા અભિગમ, દૂરંદેશી, સમસ્યાઓ હલ કરવા માટેની કટિબદ્ધતા અને પરિશ્રમ માટે રાજકીય ઇચ્છાશક્તિનું મહત્વ કદાચ સૌથી વિશેષ મહત્વના છે. છેલ્લા દસ વર્ષ દરમિયાન રાજ્યની જનતા જે રીતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા સમગ્ર વહીવટીતંત્રના કાર્યોમાં સાથે જોડાતી રહી છે, તે બાબતનો હું મારી સામયિકની ફરજો દરમિયાન સાક્ષી બન્યો છું અને એટલે કહી શકું કે, દેશના ઇતિહાસમાં કમનસીબે મોટા ભાગે સરકાર અને પ્રજા સામ-સામે જોવા મળ્યાં છે, પરંતુ છેલ્લાં દસ વર્ષો દરમિયાન ગુજરાતમાં સરકાર અને પ્રજા સાથે-સાથે જોવા મળ્યાં છે. કોઈપણ લોકતંત્ર માટે આ સારી નિશાની છે. આ બાબતને મેં મારા અવલોકનમાં નિહાળી પત્રકારત્વના કર્તવ્ય તરીકે મારા લેખોમાં રજૂ કરવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે.

પત્રકારત્વ તો જ વિશ્વસનીય બની શકે જો વિચારમાં મૂલ્યનિષ્ઠા હોય, અભિગમમાં સકારાત્મકતા હોય, અવલોકનમાં અભ્યાસ હોય, અનુભૂતિમાં સંવેદનશીલતા હોય, અભિવ્યક્તિમાં તટસ્થતા હોય અને આચરણમાં નૈતિકતા હોય. આવું પત્રકારત્વ એ રાષ્ટ્રભક્તિનું પ્રગટ સ્વરૂપ છે. હું તો ત્યાં સુધી માનું છું કે પત્રકારત્વ એ વ્યવસાય તરીકે ત્યાં સુધી જ ઇચ્છનીય છે, જ્યાં સુધી તે લોકસેવાનું માધ્યમ બની રહેતું હોય. મારું પત્રકારત્વ આવું આદર્શ છે તેવા ભ્રમમાં હું રાચી શકું તેમ નથી, કારણ કે, અસ્તિત્વ ટકાવવા માટેના સંઘર્ષમાં ઈચાછા કે અનિચ્છાએ મેં પણ અનેક સમાધાનો જાણતાં-અજાણતાં કર્યા હશે અને તે રીતે હું પણ મારી કલ્પના મુજબનો આદર્શ પત્રકાર અને કોલમલેખક નથી બની શક્યો, જેનો રંજ પણ છે. આ બાબતે હું કોઈને દોષ દેવાને બદલે તેને મારી જ કોઈ ઊણપ સમજી આ ક્ષણે હું મારા વાચકમિત્રોની ક્ષમા માંગવાનું વધારે પસંદ કરીશ.

હા, કેટલીક સકારાત્મક બાબતોની નોંધ અહીંયા સ્વપ્રશંસા માટે નહીં, પરંતુ વાચકના મૂલ્યાંકન માટે ઉપયોગી થાય, તે હેતુથી કરવાનું મને ગમશે. મને જ્યારે ‘ગુજરાત’ સામયિકની જવાબદારી સોંપવામાં આવી ત્યારે મારી સમક્ષ પડકારો પણ હતા. એક તો જ્યારે રાજ્ય સરકારનું પ્રકાશન હોય અને સરકાર વતી કોઈ વાત કહેવાની હો, ત્યારે હું મારા અંગત મંતવ્યોને તદ્દન સ્વતંત્ર રીતે દાખવું તે યોગ્ય ન ગણાય. બીજું, સરકારી તંત્ર અને કાર્યસ્વતંત્રતા વચ્ચે કેવો સંબંધ હોય, તે સમજી શકાય તેવી વાત છે. ત્રીજું, રાજકીય ફલક પર ગુજારતવિરોધીઓ તે સમયે ખાસ્સા સક્રિય હતા. રાષ્ટ્રીસ્તરે માધ્યમોની ચર્ચાનું કેન્દ્ર પણ ગુજરાતની રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ હતા. ચોથું, સામાન્ય માન્યતા એવી છે કે, લોકોસરકારની વાતમાં બહુ વિશ્વાસ નથી કરતા હોતા. હું આ માન્યતા સાથે પ્રથમથી જ સંમત નહોતો. આવા સમયે આવી મર્યાદાઓ વચ્ચે પણ સામયિકને ‘સરકારી’માંથી ‘અસરકારી’ બનાવવાના પડકારરૂપ કાર્ય માટે મારામાં જે રીતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વાસ મુકાયેલો અને ઘણે અંશે જે કાર્યસ્વતંત્રતા મળેલી, તેનાથી પરિણામલક્ષી કાર્ય માટેની મારી શ્રદ્ધા, ઉત્સાહ અને લોકકલ્યાણની ભાવનાને બળ મળેલું. મને મળેલી તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા મેં મહ્ત્તમ સંન્નિષ્ઠ પ્રયાસો કરેલા. હું એક સરસ ટીમ બનાવી શક્યો અને સંતોષજનક કાર્ય કરી શક્યો, તેનો મને આનંદ છે.

આ પુસ્તકની વિશેષતા એ છે કે વર્ષ 2001થી વર્ષ 2012 સુધીના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારની ગતિવિધિઓ, મુખ્યમંત્રીના સંકલ્પો, ઇચ્છાઓ, કાર્યો, કાર્યપદ્ધતિઓ વિશેની અનેક પ્રકારની આધારભૂત માહિતી આંકડાઓ સાથે આપવામાં આવી છે. સુશાસન પર વિચાર કરનાર અભ્યાસુ અ જીજ્ઞાસુ વાચક પોતે જે મૂલ્યાંકન કરી શકે તે માટે જે-તે સમયના મારા લેખો પણ એના એ જ સ્વરૂપે મૂક્યા છે. આ પુસ્તકમાં રાજ્ય સરકારની તમામ ગતિવિધિઓ, કાર્યક્રમો કે કાર્યસિદ્ધિઓ તો ન જ સમાવી શકાય, છતાં નરેન્દ્ર મોદી શાસનના આરંભથી આજ સુધીના કેટલાંક મહત્વના કાર્યો પર પ્રકાશ પાડવાનો અત્રે પ્રયાસ કર્યો છે. વાચક પુસ્તકના અંતે એટલું જરૂર જાણી શકશે કે, નરેન્દ્ર મોદી સરકારે જે કહ્યું તે કર્યું છે. મને લાગે છે કે લોકશાહી વ્યવસ્થામાં જનકલ્યાણ અર્થે કોઈપણ રાજ્ય સરકાર માટે આ ખાસ જરૂરી અને અગત્યની વાત છે.

આ પુસ્તક માટે એવું કહેવાનો પણ મારો કોઈ ઈરાદો નથી કે પુસ્તકમાંનું સત્ય અંતિમ છે. બની શકે કે તટસ્થ પત્રકારત્વના સંદર્ભમાં મૂલવીએ તો રાજ્ય સરકારના પ્રકાશનમાં પરિસ્થિતિની એક બાજુ વધારે ભારપૂર્વક કહવાઈ હોય, ટલે તવા લખાણને ‘સરકારી’ કહી દઈને મોટાભાગે અર્ધસત્ય તરીકે જ જોવાની પ્રથા છે, પરંતુ સરકારની અંદર રહીને લખતી વખતે મને એ પણ ટલું જ મહત્વપૂર્ણ રીતે સમજાયું છે કે, સરકારની બહાર રહીને લખતી વખતે સરકારની સામેની બાજુએ વધારે ભાર મૂકવાની વણલખી પ્રથામાં સરકારની જે સકારાત્મક બાબતો પર ધ્યાન નથી જતું, તેને પણ એવું જ અર્ધસત્ય સમજવું રહ્યું. આમાંના ઘણાં લેખો એક પ્રકારે સામૂહિક કાર્ય બન્યું હોવાથી આંકડાઓમાં ક્ષતિ હોઈ શકે છે, અજાણતાં કોઈ લખાણમાં હકીકત દોષ પણ હોઈ શકે છે, તેમ છતાં, વાચક એક વાતની શ્રદ્ધા જરૂર રાખે કે, આ લેખોમાં સત્યની નિકટ રહેવા માટે શક્ય તેટલાં પ્રયત્નો જાગૃતિ દાખવવામાં આવી છે, જેનું એક પ્રમાણ ‘ગુજરાત’ સામયિકનો ફેલાવો 15,000 નકલોથી ટૂંક સમયમાં 2,00,000થી ઉપર પહોંચી ગયેલો, તેને પણ ગણાવી શકાય. સામયિકની વિશ્વસનિયતાના અને લોકપ્રિયતાના બીજા પણ અનેક પ્રમાણો છે. વાચકોના સકારાત્મક પ્રતિભાવો પણ મળતા રહેતા.

એકાદ-બે પ્રસંગોનો ઉલ્લેખ અહીંયા કરવો મને ગમશે. ગુજરાતના પ્રસિદ્ધ લેખક શ્રી પ્રવીણ શેઠ લિખિત અંગ્રેજી પુસ્તક ‘ઇમેજીસ ઓફ ટ્રન્સફોર્મેશન – ગુજરાત એન્ડ નરેન્દ્ર મોદી’ માં પ્રસ્તાવના ગુજરાતના પ્રતિષ્ઠિત ચિંતક અને લેખક શ્રી ગુણવંત શાહે લખી છે. દરણીય ગુણવંતભાઈએ તેમાં જે નોંધ્યું છે, તેનું ગુજરાતી અનુવાદ અક્ષરશઃ નીચે પ્રમાણે છે :

વર્ષ 2003ના ડિસેમ્બરમાં મોદીએ સત્તા પર આવી તેમનું એક વર્ષ પૂર્ણ કર્યું હતું. આ સમયે માહિતી વિભાગના અધિકારી સુધીર રાવલે મને મારું મંતવ્ય પૂચ્યું હતું. તે સમયે મેં કહ્યું હતું કે, “જો મારે માત્ર વખાણ જ કરવાના હોય તો મને માફ કરજો. જો મારું બોલેલું અક્ષરશઃ છાપવાના હો તો જ હું કંઈ બોલીશ.” સુધીર રાવલે મને ખાતરી આપી કે મારું બોલેલું તેઓ અક્ષરશઃ છાપશે. ત્યારે સરકારની સિદ્ધિઓ વિશે હું બોલ્યો હતો :

 1. બાળાઓને શાળામાં જવા પ્રોત્સાહન આપવાનું અભિયાન, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં.
 2. દેશ માટે ગુજરાતમાં ઓછામાં ઓછા મંત્રીઓનું મંત્રીમંડળ રાખવાનું ઉદાહરણ.
 3. રુ. 66,000 કરોડનું વિદેશી રોકાણ.

નરેન્દ્ર મોદીએ પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન આમાં કર્યું છે. તેઓની આંતરિક ક્ષમતા અને આત્મવિશ્વાસ રાજ્ય માટે ઉપયોગી પાસાં છે. ત્યાર પછી મેં સરકારની ઉણપ વિશે લખ્યું

એક વાત તકલીફ આપે છે. ગુજરાતમાં રહેતા મુસ્લિમોના મનમાં સુરક્ષાની લાગણી જગાવા માટે નક્કર પગલાં ભરવાં જોઈએ. જો આવાં પગલાં લેવાયાં પણ હોય તો તે વિશે મુસ્લિમના મનમાં સુરક્ષાની પ્રતીતિ થાય તેવું કરવું જોઈએ. મુખ્યમંત્રી ગુજરાતના પાંચ કરોડ લોકોના પ્રતિનિધિ છે. આ બંધારણીય રીતે જરૂરી છે, પરંતુ માનસિક સ્તરે વાસ્તવિકતા કંઈક જુદી છે. જો આ મર્યાદાને દૂર કરવામાં આવે તો ગુજરાતની ઓળખ અસીમિત ખ્યાતિ પ્રાપ્ત કરી શકે તેમ છે.

(ગુજરાત વિશેષાંક, સત્ય સમાચાર, ગાંધીનગર, ડિસેમ્બર-2003. અહીં એ ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ટીકા સરકારના પોતાના સામયિકમાં છપાઈ હતી.)

શ્રી ગુણવંતભાઈના આ નિરીક્ષણની નોંધ લેતી વખતે વાચકોની જાણ માટે લખું છું કે મુખ્યમંત્રીની આ ટીકા તેને સરકારી પ્રકાશનમાં છાપતાં પહેલાં મેં તેઓના ધ્યાન પર લાવેલી અ તેઓએ તેને અક્ષરશઃ છાપવા અનુમતિ આપવામાં પળનોય વિલંબ કર્યો નહોતો.

બીજો કિસ્સો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી નરસિંહરાવના દેહાંત સમયનો છે. ભારતના આ મુત્સદ્દી અને ચાણક્ય જેવા રાજનીતિજ્ઞ પ્રત્યે મને પ્રથમથી જ અત્યંત આદરભાવ રહ્યો છે. મારા મતે તેઓ આર્ષદ્દષ્ટા, મહાન રીફોર્મર અનેઆધુનિક ભારતના મુખ્ય શિલ્પી હતા. મારી વિનંતી અસાર મને તેઓએ નવી દિલ્હી ખાતેના 9, મોતીલાલ નહેરુ માર્ગ પર આવેલા તેઓના નિવાસસ્થાને તેઓ સાથે 17 મિનિટ સુધી વિચાર-વિમર્શ કરવાની તક આપેલી. તે બેઠકમાં તેઓની સાથે માત્ર હું જ હતો, જેને હું મારું સૌભાગ્ય ગણું છું. ‘ગુજરાત’ સામયિકમાં મેં શ્રી નરસિંહરાવ માટે એક લેખ લખ્યો (ગુજરાત અંક નં. -1, તા. 16 જાન્યુઆરી, 2005) અને છાપ્યો પણ ખરો. વાચકો તરફથી મને તે સમયે જે પ્રતિભાવો મળેલા તે પત્રકારત્વના મારા કાર્યને તથા રાજ્ય સરકારના ‘ભેદભાવ નહીં’ના અભિગમને સમર્થન આપનારા હતા. આવા તો અનેક કિસ્સાઓ છે.

આવા પ્રસંગોનો ઉલ્લેખ અહિંયા એટલા માટે કર્યો છે કે વાચક જાણે કે સરકારમાં રહીને લખાયેલા મારા લેખો દરમિયાન પણ ખોટી વાહ-વાહ કે અતિશયોક્તિથી તદ્દન દૂર રહેવા જાગૃત પ્રયત્નો કર્યા છે. પત્રકારત્વના નીતિ-નિયમો ત્યારે પણ નેવે મૂક્યા નહોતા, તેનું મારે મન આ પ્રમાણ છે. અમે ‘ગુજરાત’ સામયિકમાં જ વાચક તરફથી આવેલી કોઈ સકારાત્મક ટીકા પણ છાપેલી છે. હું આને મારિ હિંમત સમજવા કરતાં મુખ્યમંત્રીની પ્રજાના માહિતીના અધિકાર પ્રત્યેની તેઓની કટિબદ્ધતાના સ્વરૂપમાં વધારે જોઉં છું. મારા સાતેક વર્ષના સરકારી કાર્યકાળ દરમિયાન હું ઘણીવાર નિરાશ પણ થયો હોઈશ, આમ છતાં, મારામાં મૂકવામાં આવેલા વિશ્વાસને સાર્થક કરવાના પ્રયત્નોમાં પાછી પાની કરવી તે મને મંજૂર નહોતું અને તેથી જ હૃદયરોગના કારણે એન્જિપ્લાસ્ટીની બે વખત મારા પર સર્જરી કરવામાં આવ્યા બાદ આરોગ્યના કારણોસર મં જ્યારે નાછૂટકે સામયિકની જવાબદારીમાંથી મને મુક્ત કરવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી, ત્યારે પણ મનના કોઈ ખૂણે તેઓએ મને જે લોકસેવાની આવી ઉમદા તક આપેલી, તેને ગુમાવવાનો રંજ પણ હતો જ.

છેલ્લે કેટલીક આભારવશ લાગણી વ્યક્ત ન કરું તો મને અધૂરપ લાગે તેવું છે. આમ તો ઉપર જણાવ્યું તે પ્રમાણે હું ઘણા બધાનો આભારી છું, તેમ છતાં પ્રથમ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો હું આભાર માનીશ, જેઓએ મને લેખનકાર્ય દ્વારા લોકસેવાની એક ઉત્તમ તક આપી. મને વિશેષ આનંદ એ છે કે તેઓએ ભારતના વિકાસ માટે ગુજરાતના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી અડગ અ મૂલ્યનિષ્ઠ નેતૃત્વ પ્રદાન કર્યું અને છ કરોડ ગુજરાતીઓ લોકસેવાના મહાકાર્યને સાચા અર્થમાં હજુ આગળ ધપાવી રહ્યા છે, તેવા મનગમતા વિષય પર હું સતત ઘણું લખી શક્યો.

મેં મારા લેખોને આ રીતે સંકલિત કરીને પુસ્તક સ્વરૂપે ક્યારેય પ્રસિદ્ધ ક્રયા ન હોત, જો મારી ધર્મપત્ની નીતિએ આગ્રહ સેવ્યો ન હતો. તે અભ્યાસમાં મારાથી વધુ ભણેલી અને વિચારોમાં મારાથી વધુ ચોકસાઈપૂર્વક લક્ષ્યકેન્દ્રિત છે. મારા ‘સાહસિક’ કાર્યોની તે સંન્નિષ્ઠ પ્રશંસક છે, એટલે લખવાનું ક્ષેત્ર હજુ સુધી હું ચોડી શક્યો નથી. તેના શબ્દોમાં કહું તો આ પુસ્તક પત્રકારત્વ ક્ષેત્રે મારી બે દાયકાની તપશ્ચર્યા છે. મને લેખન ઉપરાંત ટેલિવિઝન ક્ષેત્રે ‘ગોષ્ઠિ’ શ્રૃંખલાના સર્જનમાં પણ તેનું જ પ્રોત્સાહન ઉપયોગી બન્યું છે. આથી, હું સમજું છું કે મારા આ લેખોને પુસ્તકસ્વરૂપે વાચકના હાથમાં મૂકી શકવાનો પ્રથમ યશ ચોક્કસપણે નીતિને ફાળે જાય છે. આ રીતે જ મારી મોટી દીકરી અભિ, કે જેણેઆ પુસ્તકનો કાયાકલ્પ કરવામાં ખૂબ જહેમત ઉઠાવી છે અને મારો નાનો નટખટ દીકરો માનવ તો દસ વર્ષની ઉંમરે પણ મને ઘણા પયોગી સૂચનો કરે છે, તે બંનેનો આ તકે મારા અંગત સહોયગી તરીકે આભાર માનવો રહ્યો. મારી એક દીકરી એકતા કે જે એક વર્ષ પહેલાં પ્રભુને પ્યારી થઈ ગઈ, તેના અસાધારણ આત્મબળે મને હંમેશા ગતિશીલ રાખ્યો છે. તેથી આવી પ્રેરણા આ પળે કેમ ભૂલાય ? પરિવાર ઉપરાંત સ્વજનો પણ મારો ઉત્સાહ વધારતા રહ્યા છે. આ રીતે આ પુસ્તકસર્જનના સંકલ્પથી કાયાકલ્પ સુધીમાં સૌ પરિવારજનોનો મહત્વનો ફાળો છે.

પુસ્તક પ્રસિદ્ધ કરવાના અમારા સંકલ્પ બાદ અન્ય પાસાંઓ પણ મહત્ત્વના હતા. સુરત-સ્થિત મારા એક મિત્ર શ્રી ઉત્કર્ષ દિનેશભાઈ પટેલ કે જેઓ આર્થિક રીતે તો સંપન્ન્ છે જ, પરંતુ તેઓનું વ્યક્તિત્વ પણ ઊર્મિશીલ છે. રાજ્યના મુખ્યમંત્રીના લોકસેવા યજ્ઞથી તેઓ ખાસ્સા પ્રભાવિત છે. અમારો પરિચય તાજો જ હોવા છતાં ‘સૌનો સાથ-સૌનો વિકાસ’ મંત્રને અભિવ્યક્ત કરતી ‘સ્વર્ણિમ ગુજરાતની સ્વર્ણિમ સફર’ પુસ્તકની મારી યોજના તેઓના ધ્યાન પર આવતાં જ મને આર્થિક સહયોગ માટે કોઈપણ પ્રકારની ચિંતા ન કરવા આગ્રપૂર્વક કહ્યું. મારી આનાકાની છતાં છેવટે નમ્રભાવે એટલું તો કહ્યું જ કે, ‘વારૂ, હું જેટલી પ્રત માંગુ, તે મને પહેલાં આપજો…!’ અસરકારક રીતે કહેવાયેલી આ ગુજરાતગાથાને મિત્ર-વર્તુળ તથા લોકો સુધી પહોંચાડવાની તેઓની આવી ભાવના અને મને આર્થિક સહયોગ કરવાની તત્પરતા જોઈને હું વધુ ઉત્સાહિત બન્યો.

માહિતી વિભાગની મારી તે સમયની નાનકડી પણ મજબૂત ટીમ ‘ગુજરાત’ના સભ્યો, ખાસ કરીને એસ. સી. પરમાર, પ્રજ્ઞા પટેલ, સ્વ. મધુસુદન ભટ્ટ, પલ્લવ પટેલ, તુષાર જોષી, જસ્મીન દવે, તેઓની સાથે ગ્રાફિક ડિઝાઈનર રાજેન્દ્રન ચેટ્ટીયાર, અરૂણ પટેલ, ઓફિસબૉય અશોક શાહ જેવાં કેટલાંક સભ્યો તો એવા હતા, જેઓએ પરી અધિકારીઓની શાબાશીની અપેક્ષા વગર મારી સાથે સતત રાત-દિવસ જોયા વગર કામ કરેલું. એ જ રીતે નિયમિત ગુણવત્તાસભર પ્રકાશન માટે સાહિત્ય મુદ્રણાલયના શ્રેયસ પંડ્યાનો સહયોગ પણ નોંધપાત્ર હતો.

હાલ, મારી નોબલ મીડિયાના નયન પુરોહિત અને સમગ્ર ટીમ, નેક કોમ્યુનિકેશન નેટવર્ક એલ.એલ.પી.ના બ્રિજન ભટ્ટ અને સમગ્ર ટીમ, નોબલ ઇન્ડિયન વેબ પોર્ટલના વંદા વનજીત, ખાસ સહયોગી પ્રફુલ્લ ડાગા અને સમગ્ર ટીમ, નોબલ લાયબ્રેરીના જીજ્ઞા શર્મા, આ પુસ્તકના સર્જનમાં મારા ખાસ સહયોગીઓ એવા એમ કોમ્યુનિકેશનના મનિષ સોની અને ગ્રાફટેકના અજય ત્રિવેદી, પ્રકાશક – બુકપબ ઇનોવેશન્સ, મુદ્રક – હાઈસ્કેન પ્રા. લિ.ના શૈલેષ દેસાઈ જેવા ઘણાં સહયોગીઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હોવાથી સૌનો હું આભારી છું. વિશેષ આભારી હું આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર્ડિયાક સહ્જન ડૉ. તેજસ પટેલનો પણ છું કે, જેઓએ હૃદયરોગના કારણે જરૂરત ઊભી થતાં મારા પર એન્જીયોપ્લાસ્ટિની બે વાર સફળ સર્જરી કરી અ હજુ સુધી મને દોડતો રાખ્યો છે. સ્નેહીજનો, મિત્રવર્તુળ, સહયોગીઓ અને ઘણાં નામો એવા પણ હશે, જેનો નામોલ્લેખ અહીં શક્ય નહીં બન્યો હોય, છતાં તે સૌને હું આ તબક્કે અંતઃકરણપૂર્વક આભાર માનું છું. કોઈપણ લેખક માટે સૌથી મહત્વપૂર્ણ તેના વાચકો હોય છે. આજ સુધીમાં મારા લેખોના તમામ વાચકોનો હું અતઃકરણપૂર્વક આભાર માનું છું, જેઓએ મારી લેખનયાત્રામાં મને ઉત્સાહિત કરતા રહીને સદા સક્રિય રાખ્યો.

આ પુસ્તકની સર્જનયાત્રા માટા માટે આનંદદાયક અને સંતોષજનક રહી છે. આ સર્જનયાત્રા દરમિયાન મને ઘણું ઘણું શીખવા મળ્યું છે, છતાં કોઈ સ્થળે અભિવ્યક્તિની શૈલીમાં ઉપદેશાત્મક લખાણ જણાય તો ઉદારભાવે ક્ષમ્ય ગણવા વિનંતી. આ પુસ્તકમાંના લેખોમાં વ્યક્ત થયેલાં મારા અંગત વિચારો છે. આ ભગીરથ કાર્યમાં શક્ય તેટલી ચોકસાઈ રાખવામાં આવી છે, આમ છતાં, કમ્પ્યૂટર, ટેકનોલૉજી કે માનવસહજ ભૂલ જણાય તો વાચકોને નમ્ર વિનતી કે, મારા ધ્યાન પર લાવે. મને એ ગમશે અ ભૂલ સુધારવાની તક પ્રાપ્ત થશે.

અંતમાં, હું એટલું જ લખીશ કે સમગ્ર રીતે જોઈ તે મારી દ્દષ્ટિએ આ પુસ્તક ‘સ્વર્ણિમ ગુજરાતની સ્વર્ણિમ સફર’ માત્ર એક આધારભૂત દસ્તાવેજ જ નહીં, પરંતુ અભ્યાસુ અને જીજ્ઞાસુ વાચકો માટે આઝાદી પ્રાપ્ત થયા બાદ સ્વતંત્ર ભારતની લોકશાહીમાં અખંડ મૂલ્યનિષ્ઠાને અવિરત જનસમર્થનની ગાથા વર્ણવતો સુશાસન દ્વારા સુરાજ્યની પ્રાપ્તિ વિષય પરનો આ એક અણમોલ ઐતિહાસિક ગ્રંથ છે. મને શ્રદ્ધા છે કે વાચકો એને વધાવી લેશે.

પ્રભો ! સર્વનું કલ્યાણ કરો…

 

 

 (સુધીર શાંતિલાલ રાવલ)

SGSS Book

Click to read e-book

Buy this book from here:

Scroll Up