Blog

સંસદનું શિયાળુ સત્રઃ ખાધુ, પીધું કંઈ નહીં અને ગ્લાસ તોડ્યા…

સંસદનું શિયાળુસત્ર ગરમાગરમ વાતાવરણમાં પૂરું થઈ ગયું છે. દિલ્હીનું હવામાન ઘણું ઠંડુ રહ્યું હોવાની સાથે ધુમ્મસભર્યું જ રહ્યાં કર્યું છે. વિમાની સેવાઓ તો આખા સપ્તાહ દરમિયાન અનિયમિત રહી છે. રાત્રે રસ્તા ઉપર બે જ ફૂટ દૂર ચાલી રહેલું વાહન પણ ન દેખાય એવા ગાઢ ધુમ્મસમાં રસ્તાઓ જડતા ન હોવાની વાતો બધા સાથેની વાતોમાં સંભળાય છે. દિવસ દરમિયાન વાહનોના ધુમાડાનું પ્રદૂષણ આ ધૂમ્મસ સાથે મિશ્રિત હોવાથી નુકસાનકારક હોવાને કારણે નગરજનોને સત્તાવાળાઓ તરફથી ચેતવવામાં પણ આવ્યા છે.

રાજકીય ઘટનાઓ ઉપર આછો દૃષ્ટિપાત કરીએ તો વડાપ્રધાને સરકારની છબી સુધારવાનું કાર્ય પોતાના માથે અલગ-અલગ પ્રશ્ને સૌના મંતવ્યો જાણે છે. તાલ કટોરા સ્ટેડિયમમાં સોનિયા ગાંધીનું કોંગ્રેસ અધિવેશન મળી ગયું. પક્ષમાં સંગઠન સ્તરે મહિલાઓને 33 ટકા અને પછાત વર્ગોને 20 ટકા અનામત બેઠકો ફાળવવાનો ઠરાવ પસાર કરાયો. રાજકીય પક્ષોમાં આવી અનામતની પહેલ કોંગ્રેસે કરી. પદાધિકારીઓની સત્તા સમય મર્યાદા બેમાંથી ત્રણ વર્ષ કરી દીધી. જસપાલ રેડ્ડીને શ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદ કરાયા. પ્રણવ મુખર્જીને રાજ્યસભામાં શ્રેષ્ઠ સાંસદ જાહેર કરાયા. ઇફતાર પાર્ટીઓની મોસમ ચાલુ થઈ છે. નેતાઓ જમવા માટે ભેગા થાય છે અને બીજે ન થઈ શકતી વાતો અહીંયા કરી જાય છે.

લોકસભા અને રાજ્યસભાને લાગે વળગે છે ત્યાં સુધી આ સપ્તાહમાં ઉત્તરાખંડ અને છત્તીસગઢ રાજ્યની રચનામાં બીલો સાથે પક્ષો અકાલી દળ, સમતા પાર્ટી જેવાઓની નારાજગી છતાં લોકસભામાં રજૂ કરાયા. વનાંચલનું બિલ રજૂ તો થઈ ગયું પણ રાષ્ટ્રીય જનતા દળ અને ભારતીય જનતા પક્ષના સાંસદો વચ્ચે મારમારીની નોબત આવી ગઈ હોવાથી ગભરાઈ ગયેલા સ્પીકર બાલયોગીએ લોકસભાની મુદ્દત અચોક્કસ સમય સુધી સ્થગિત કરી દીધી…! પેટન્ટ બિલ અંગે કોંગ્રેસ સાથે સમજુતી થઈ ગઈ હોવાથી નક્કી કર્યા મુજબ રાજ્યસભામાં તો પસાર થઈ ગયું, પણ છેક છેલ્લી ઘડીએ આગલી રાત્રે “નાગપુર”થી “અલ્ટીમેટમ” મળી જતાં લોકસભામાં પેટન્ટ બિલ રજૂ જ ન થયું…! નાનાં નાનાં ઘણાં બિલો નાનામોટા ફેરફાર સાથે બંને ગૃહોમાં પસાર કરી દેવાયા. રોમેશ શર્મા સાથે સંબંધ ધરાવતા નેતાઓની યાદી એક અખબારમાં પ્રસિદ્ધ થવાના મુદ્દે જબરી ચર્ચા ચાલી… વાત છેક અડવાણીએ બાજપાયીને ફસાવવા ચાલ ચાલી હોવા સુધી પહોંચી ગઈ…!

આ ઉપરાંત આ જ સપ્તાહે રશિયાના વડાપ્રધાન યેવગેની પ્રિમાકોવ દિલ્હીના મહેમાન બનીને આવ્યા હતા. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ઉપરાંત સોનિયા ગાંધીને પણ મળ્યા. તેમણે અમેરિકાની દાદાગીરી ઉપર અંકુશ લાવવા ભારત-રશિયા-ચીનની સંયુક્ત ધરી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ભારતે આ વાત ન સ્વીકારી છતાં જુદી જુદી સાત સમજૂતીઓ ઉપર સહી કરી. પરસ્પર કાયદો અને ગુન્હા બાબતે અડવાણી સાથે, સાલ 2010 સુધી સૈન્ય સહયોગ બાબતે જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથે, જશવંતસિંહ સાથે પ્રત્યાર્પણ અંગે, રામક્રિષ્ન હેગડે સાથે વ્યાપાર-નાણાં, વિજ્ઞાન-ટેક્નોલોજી, બાબતે તથા નાગરિક ઉડ્ડયનનાં અનંતકુમાર સાથે હવાઈ સેવાઓના ક્ષેત્રમાં ભારત રશિયા વચ્ચે મહત્ત્વપૂર્ણ કરારો ઉપર સંધિઓ થઈ.

નાના સમાચારોમાં અહીંના જગજિતનગરના શીવશક્તિ મંદિરમાં બોમ્બ ફાટ્યો અને હનુમાનજીની મૂર્તિ ખંડિત થઈ. એક મેટ્રોપોલિટન અદાલતે અશ્લીલ ફિલ્મનાં કેસમાં સ્ટારના માલિક રૂપર્ટ મર્ડોક સામે ‘WANTED’નું વોરંટ કાઢવા અલ્ટીમેટમ આપ્યું. રાજેન્દ્ર કેસમાં ચંદ્રાસ્વામી મુક્ત થયા પણ ફેરાના એક કેસમાં તેમને આરોપી ઠરાવી દેવાયા. કલમ 356 ઉપર અંતિમ વિચાર વિમર્શ માટે જ્સોર્જ ફર્નાન્ડિઝના પ્રમુખપદ હેઠળ એક સમિતિ બનાવાઈ. અને “ફાયર” ફિલ્મ ઉપર પુનઃ વિચાર કરવાની સેન્સર બોર્ડના ચેરમેન આશા પારેખે સ્પષ્ટ ના પાડી. આવા તો કેટલાંયે સમાચારોથી ધમધમતું રહેલું દિલ્હી સંસદનું સત્ર પૂરું થયા પછી અડધું શાંત થઈ ગયું છે. પણ થોડીક ઘટનાઓ તો એવી હતી કે યાદ રાખવી જ પડે…!

પાયલોટના ભાષણમાં તાળીઓ… ગેરસમજના કારણે…

એ.આઈ.સી.સી.નું અધિવેશન સોનિયાએ બોલાવ્યું. દેશભરના 1090 પદાધિકારીઓમાં 867 તાલકટોરા સ્ટેડિમ ખાતે હાજર રહ્યાં. બધાં રાજ્યોમાં મુખ્ય નેતાઓને બોલવાની તક અપાયેલી. પરંપરા પ્રમાણે જ ગુજરાતમાંથી સી.ડી. કે અમરસિંહ બોલવા ઊભા ન થયા. હા… સનત મહેતા અને કુમુદબેને વિષય બહારનાં બે શબ્દો જરૂર કહ્યા આ દરમિયાન રાજસ્થાનનાં રાજેશ પાયલોટના ભાષણ દરમિયાન ખૂબ જ તાળીઓ પડી… કારણની તપાસ કરી તો સાંભળવામાં ગેરસમજ થયેલી હોવાનું જાણવા મળ્યું.

પાયલોટે કહ્યું કે, “મહિલાઓને 33 ટકા સંગઠનમાં અનામત આપી રહ્યા છીએ તો “મહિલા પાંખ”ને બંધ કરી દેવી જોઈએ. એમને પક્ષના મુખ્યપ્રવાહમાં જ લઈ આવીએ.” સભ્યોએ એવું સાંભળ્યું અને સમજ્યું કે “ મહિલા બિલને”ને —————–

Leave a reply

Scroll Up